ઇતિહાસ
અમદાવાદ સિટી સિવીલ કોર્ટની રચના ૧૯૬૧ ના ગુજરાત અધિનિયમ નંબર XIX – “અમદાવાદ સિટી કોર્ટ્સ એકટ, ૧૯૬૧” હેઠળ કરવામાં આવી હતી અને અમદાવાદ સિટી સિવીલ કોર્ટ ની સ્થાપના ૪થી નવેમ્બર, ૧૯૬૧ ના રોજ, ભદ્ર કિલ્લાના પરિસરમાં આવેલ ૧૬૩૭૩ ચોરસ મીટર જમીન વિસ્તાર પરના ઐતિહાસિક આઝમખાન પેલેસમાં કરી, કાર્યરત કરવામાં આવેલ. આઝમખાન સરાઈનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંના શાસન દરમિયાન સને ૧૬૩૭ માં કરવામાં આવ્યુ હતું. અમદાવાદ સિટી સિવીલ કોર્ટનું સંચાલન “ધી અમદાવાદ સિટી સિવીલ કોર્ટ રૂલ્સ, ૧૯૬૧” મુજબ થાય છે.
શ્રી એન.કે.વકીલે ૪થી નવેમ્બર, ૧૯૬૧ થી ૧૫ ડીસેમ્બર, ૧૯૬૨ સુધી પ્રથમ સિટી સિવીલ એન્ડ સેશન્સ જજ તરીકે અમદાવાદ સિટી સિવીલ કોર્ટની અધ્યક્ષતા કરી હતી. અમદાવાદ સિટી સિવીલ કોર્ટ મે, ૨૦૧૪ સુધી જૂના ઐતિહાસિક પરિસરમાં કાર્યરત રહી હતી અને એપ્રિલ, ૨૦૧૯ થી એ જ પરિસરમાં બાંધવામાં આવેલ નવી ઈમારતમાં કાર્યરત છે અને સદર નવી ઈમારત જુના માળખાને તોડીને અને હેરિટેજ મુલ્ય ધરાવતા માળખામાં ખલેલ ન પડે અને અકબંધ રહે તેની ખાતરી કર્યા પછી બાંધવામાં આવેલ છે.